મૃતક મહિલાનાં પતિનાં મિત્ર સાથે જ હતા લગ્નેતર સંબંધો

સુરતના વરાછા વિસ્તારમાં પંચરત્ન ટાવર ખાતે રહેતા એક ડોક્ટરની પત્નીની હત્યા કરાયેલી લાશ ગત તારીખ 28 એપ્રિલનાં રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા સાકરપાતળ ગામે પુલ નીચેથી એક સપ્તાહ પહેલાં મળી આવી હતી. આ હત્યાના મામલે વઘઈ પોલીસ અને સુરત ક્રાઈમબ્રાંચે સાથે મળીને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહિલા તબીબનાં પતિનાં મિત્ર સાથે જ લગ્નેતર સંબંધો હોવાની વિગતો બહાર આવી છે. જ્યારે હત્યા પાછળનું કારણ તબીબ મહિલાએ પ્રેમીને લગ્ન માટે તબાણ કર્યું હતું. જેના કારણે પ્રેમીએ તેના ડ્રાયવર મારફતે મહિલાની હત્યા કરાવી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

સુરતની તબીબ મહિલાની હત્યા કરાયેલી લાશ ડાંગ જિલ્લામાંથી મળતાં તેની ઓળખ થયા બાદ પોલીસે તેના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં કોઈ નજીકની જ વ્યક્તિએ આ મહિલાની હત્યા કરી હોવાની પોલિસને શંકા હતી. દરમિયાન કોલ ડિટેલ્સનાં આધારે તપાસ કરતાં સંજય ડોબરીયાના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ્સ સામે આવી હતી. જે મૃતક મહિલાના પતિનો મિત્ર હતો. આ મહિલાને સંજય ડોબરિયા સાથે લગ્નેતર સંબંધો હતા. જેના કારણે મહિલા અવાર નવાર સંયજને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતી હતી. જોકે આ વાત આરોપી સંજયને મંજૂર નહીં હોવાથી તેણે ડ્રાયવર તારીખ શેખની મદદ લઈ મહિલાની હત્યા

કરીને લાશ ફેંકી દીધી હતી. ક્રાઈમબ્રાન્ચ અને ડાંગ પોલીસે સાથે મળીને ઓપરેશન હાથ ધરતાં હત્યારા પ્રેમી સંજયને અમરેલી ખાતેથી ઝડપી પાડ્યો છે. જ્યારે ડ્રાયવર તારીખ શેખની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે.