સુરતનાં બાટલી બોય સર્કલ ખાતે આવેલી એક્સિસ બેંકમાં કરન્સી લેવા માટે આવેલી સિક્યોરિટીના ગનમેનની ગનમાંથી મિસ ફાયર થતાં એક ગનમેનના પડખામાં ઘૂસી ગઈ હતી. ઈજાગ્રસ્ત ગનમેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સુરતનાં રાંદેર વિસ્તારમાં રૂષભ ચાર રસ્તા ખાતે દીવાળી બાગ સોસાયટીમાં પૂર્વ આર્મી જવાન સુગ્રીવ યાદવ પરિવાર સાથે રહે છે. જે ન્યૂટલ સિક્યોરિટી સર્વિસમાં ગનમેન તરીકે કામ કરી છે. આજે રાંદેર ખાતેની ઓફિસેથી બાટલી બોય સર્કલ ખાતે આવેલી એક્સિસ બેંકમાં કરન્સી લેવા માટે ગયા હતા. દરમિયાન કારની બારી ખુલ્લી હતી. જેમાંથી ગન નીચે પડી જતાં મિસ ફાયર થઈ ગયું હતું. ગનમાંથી છૂટેલી ગોળી તેમની સાથે રહેલા અન્ય સિક્યુરીટી સુગ્રીવ યાદવના પડખામાં ઘૂસી ગઈ હતી. જેને ગંભીર હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
