અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ઓવરબ્રિજની નીચે ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા તેમનું ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ.
અંકલેશ્વરનાં ભડકોદ્રા ખાતેની ગોકુલ નગરમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ધરાવતા શ્યામ નારાયણ ચૌધરી ઉ.વ.આશરે ૪૫નાં ઓ રાજપીપળા ચોકડી પરનાં ઓવરબ્રિજ નીચે થી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકનાં ચાલકે શ્યામ ચૌધરીને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્યામ ચૌધરીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતુ. જ્યારે બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ છોડીને ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
