અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ રચના નગરમાં રહેતા ભરત ભરવાડને એક ટ્રકમાં ગૌવંશને ઠસોઠસ રીતે ભરીને કતલખાતે લઇ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે તેમણે નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન 8 જેટલા ગૌવંશ ભરેલી ટ્રકને ઝડપી પડી હતી. જે બાબતની જાણ શહેર પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગૌવંશને મુક્ત કરાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.

ટ્રક સાથે પોલીસે આશીફ ઇસ્માઇલ નાગોરી, નારાયણ મંગા વસાવા અને અબ્દુલ રહેમાન હોટલવાલા તમામ રહે ભરૂચનાં ઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓ તેમજ ટ્રકમાં ગૌવંશ ભરાવનાર અમરેલીનાં સાદ્દીક સલીમે ગૌવંશને અબ્દુલ રહેમાન હોટલવાલા તથા વસીમ કોકનીએ કતલખાને લઇ જવાનાં ઇરાદે ટ્રકમાં ગૌવંશ માટે પાણી કે ખોરાકની પણ વ્યવસ્થા કરી ન હતી. તેમજ જરૂરી પાસ પરમીટ પણ ન હોવાનું બહાર આવ્યું હતું.