ભાવનગર અમદાવાદ હાઇ-વે ઉપર આજે વહેલી સવારે ટ્રક પલટી જતા ૧૯ મજુરોના મોત નીપજયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે બાવળીયાળી નજીક ટ્રક જામનગર પાસિંગની ટ્રક નંબર (જીજે ૧૦ ટીવી ૬૨૧૫)પલ્ટી ખાઇ જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મજુરી કામ માટે જઇ રહેલા ભાવનગર પંથકના ૧૯ થી વધુ શ્રમજીવીના મોત નિપજયા છે અને ગંભીર રીતે ઘવાયેલા ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/924b8357-e97f-4947-a6c9-00a738afbf96-1024x768.jpg)
મજુરી કરીને પરત ફરતા વખતે સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી જતા આ કરૂણ દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકો કોળી પરિવારના હતા. મજુરી કામ માટે જતા હતા ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો. અકસ્માતનો ભોગ બનનાર ટ્રક રાજુલા પાસેના કોવાયાથી અલ્ટ્રા ટેક સીમેન્ટ ફેકટરીથી સીમેન્ટની બોરી ભરી દહેજ જતી હતી ત્યારે તળાજા પાસે આવેલ સરતાનપરના કોળી પરિવારના ૨૫ લોકો મજુરીકામ માટે ખેડા જવા આ ટ્રકમાં સીમેન્ટની બોરીઓ ઉપર બેસી ગયા હતા. ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર ધોલેરા પાસે આવેલ બરવાળીયા ગામ પાસે રાત્રે આસપાસ ટ્રક પલ્ટી ખાઇ જવાની ઘટના બનવા પામી હતી. જે તમામ મજુરો ટ્રક ઉપર બેઠા હતા તેમની માથે સીમેન્ટની બોરીઓ આવી જતા દટાઇ ગયેલ-ઘટના સ્થળે ૧૮ના મોત થયેલ વધુ એકનું હોસ્પિટલે સારવારમાં મૃત્યુ થયું છે. આ બનાવમાં કુલ ૧૯ના મોત થયા છે. જયાએ અન્ય ૭ ને ઇજા થઇ છે. તમામને ભાવનગર હોસ્પિટલે લઇ જવાયા હતા. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.
બનાવની જાણ થતા ધોલેરા પોલીસ સ્ટાફ, ડેપ્યુટી કલેકટર, ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક રીતે એવું મનાય છેકે ડ્રાઇવરને જોકું આવી જવાથી આ દુઘર્ટના સર્જાયેલ છે. મૃતકોમાં ૧૨ મહિલા અને ૭ પુરૂષોનો સમાવેશ થાય છે. જયારે ૭ થી વધુ મજુરોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમા ખસેડેલ છે.
ભાવનગર અકસ્માત મૃતકોનો નામ.
1- કાજલબેન બારૈયા, ઉંમર- 22 વર્ષ રહે.તળાજા
2- શોભાબેન મેર- ઉ.32 રહે.સરતાનપર, તા.તળાજા
3- ભોલુ મેર, ઉ.6 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
4- પાયલબેન બારૈયા, ઉ.25 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
5- ભોલુભાઈ ડાભી, ઉ.14 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
6- મમતાબેન ચૌણાણ- ઉ.17 વર્ષ, રહે. તળાજા
7- હરીભાઈ બારૈયા, ઉ.28 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
8- કાનુબેન વેગડ, ઉ.50 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
9- લખીબેન મકવાણા, ઉ.52 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
10- હંસાબેન બારૈયા- ઉ.40 વર્ષ, રહે.તળાજા
11- કૈલાસબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
12- આશાબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
13- લાભુબેન વેગડ, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
14- મયુરભાઈ ડાભી, ઉ.33 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
15- કમલેશભાઈ ડાભી, ઉ.12 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
16- હીરલબેન વેગડ, ઉ.13 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
17- મઘુબેન ચુડાસમા, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
18-ભુરાભાઈ મકવાણા, ઉ.50 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
આ અગાઉ ભાવનગર જિલ્લામાં રાજકોટ-ભાવનગર રોડ પર બોટાદ નજીક રંઘોળા ગામ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેથી કોળી પરિવારની જાન ટ્રકમાં પસાર થઇ રહી હતી ત્યારે ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 26 જાનૈયાના મોત થયા હતા.
