23 મેનું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) : તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. વ્યાપાર અને આનંદ-પ્રમોદને ભેગાં કરશો નહીં. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) - તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

મિથુન (ક,છ,ઘ) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

કર્ક (ડ,હ)- સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમારી આસપાસના અનેક લોકોને અસર કરે એવા પ્રૉજેક્ટને અમલમાં મુકવાની સત્તાવાહી સ્થિતિમાં તમે હશો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

સિંહ : - આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

કન્યા (પ,ઠ,ણ) – હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમારા કામની સરાહના થશે.

તુલા (ર,ત) – બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

વૃશ્વિક (ન,ય) - કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. આઈટી પ્રૉફેશનલ્સને તમનું કૌવત દેખાડવાની તક મળશે. સફળતા મેળવવા તમારે તમારૂં ધ્યાન કેન્દ્રિત કરીને થાક્યા વિના કામ કરવાની જરૂર છે. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

મકર (ખ,જ) – બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

કુંભ (,શ,સ,ષ)- આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. વ્યાપાર અને આનંદ-પ્રમોદને ભેગાં કરશો નહીં. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

મીન (દ,ઝ,ચ,થ) તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારની જરૂરિયાતો તરફ ર્દુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે.

Latest Stories