ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે દરોડો પાડી મહિલા મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે સ્પાની માલિક મહિલા ફરાર થઈ ગઈ છે.

થોડા દિવસ અગાઉ શોપિંગ સેન્ટરના ધાબા પર વપરાયેલા કોન્ડમના વીડિયો વાયરલ થયા બાદ પોલીસને અહીં આવેલા P.P. SPA HEALTH AND CARE THERAPY માં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ડમી ગ્રાહકને રૂ.3 હજાર આપી સ્પામાં મોકલ્યો હતો અને ઈશારો મળતાં જ દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્પામાંથી મેનેજર સીમાબાનુ શેખ અને અન્ય બે યુવતીઓ મળી આવી હતી. પોલીસે કાઉન્ટર પરથી ડમી ગ્રાહકને આપેલા રૂ.3 હજાર રોકડા અને રૂમમાંથી ત્રણ કોન્ડમ કબજે કર્યા હતા. દસ્તાવેજોની તપાસમાં સ્પાની માલિક અફ્રોઝ શેખ હોવાનું ખુલતાં પોલીસે મેનેજરની ધરપકડ કરી ફરાર માલિકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.