30 જુલાઈનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) : તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

વૃષભ (બ,વ,ઉ) : ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. આજે તમને લાભ થશે-કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિણર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

મિથુન (ક,છ,ઘ) : પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

કર્ક (ડ,હ) : તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

સિંહ : સ્વાસ્થ્ય બરાબર રહેશે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. નાના અંતરાયો સાથે-આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે- એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

કન્યા (પ,ઠ,ણ) : તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં. તમારૂં પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે. તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

તુલા (ર,ત) : યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. તમારા પ્રિયપાત્રનું. વ્યાપારમાં નવા વિચારોને હકારાત્મકતાથી અને ઝડપી પ્રતિસાદ આપો. આ બાબત તમારી તરફેણમાં જશે. સખત મહેનતથી તમારે આ વિચારોને વાસ્તવિક્તામાં બદલવાની જરૂર છે-જે તમારા વ્યાપારી હિતોને જાળવવા માટેની ચાવી છે. કામમાં તમારો રસ જળવાઈ રહે તે માટે તમારૂં મગજ શાંત રાખો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

વૃશ્વિક (ન,ય) : કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

ધન (ભ,ફ,ધ,ઢ) : તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારી સમયસરની મદદ કોઈકને ર્દુભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે.

મકર (ખ,જ) : તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે ખૂબ જ સારો દિવસ. આ બાબત ન માત્ર તમારો મૂજ બદલશે બલ્કે તમારા વચ્ચેની ગેરસમજ ઉકેલવામા પણ મદદ કરશેં. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

કુંભ (,શ,સ,ષ) : લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

મીન (દ,ઝ,ચ,થ) : તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. કલ્પનાઓ કે તરંગ-તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો-તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો- એનાથી તમને સારું લાગશે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

Latest Stories