New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/11144349/Untitled.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. 30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવશે. આ પહેલાં 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.