અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

યોગ ચેમ્પિયનશિપનું આયોજન

મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

14 જિલ્લાના 300 સ્પર્ધકોએ લીધો ભાગ

આગેવાનોએ આપી હાજરી

અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની યોગ ચેમ્પિયનશિપમાં 14 જિલ્લાના 300 યોગવીરોએ ભાગ લીધો હતો.

ગુજરાત સ્ટેટ યોગા એસોસિયેશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન રવિવારે કરાયું હતું. જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા મંત્રી ઇશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલ ટ્રસ્ટી કિશોર પાનસૂરિયા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, નોટિફાઇડ એરિયા પ્રમુખ જય તેરૈયા, જિલ્લા રમત ગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ યોગા એસો. મંત્રી પરેશ ભટ્ટ, ભરૂચ જિલ્લા કન્વિનર રોશની પ્રજાપતિ સહિતના હસ્તે દીપ પ્રાગટય કરી સ્પર્ધા ખુલ્લી મુકાય હતી.

યોગ નિદર્શન બાદ શરૂ કરાયેલી ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના 8 થી 45 વર્ષ સુધીના યોગવીરોએ યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે અપાયા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના 66 યોગ વિજેતાઓ આગામી ઓક્ટોબરમાં જયપુર અને ત્યારબાદ સિનિયરમાં બિહારમાં રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં ભાગ લેવા જવાશે.