ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાયેલા લોકમેળામાં નકલી પોલીસ બનીને ફરતા એક શખ્સને પોલીસે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાયેલા લોકમેળા દરમ્યાન ગુજરાત પોલીસના આઈકાર્ડ સાથે એક શખ્સ મેળામાં ફરી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ શખ્સને ઝડપી લઈ તેની તલાશી લેતા તેના પાસેથી ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આઈકાર્ડ બાબતે પોલીસે શખ્સની પૂછપરછ હાથ ધરી હતી, અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આ નકલી આઈકાર્ડની કોપી ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આઈકાર્ડની કોપી બનાવનાર દુકાનદારની ભૂમિકા સામે આવશે, તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
