ગુજરાત સરકારે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 33 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

GAS List

નોટિફિકેશન મુજબઆ અધિકારીઓને અત્યાર સુધી મળી રહેલા સિનિયર સ્કેલ‘ (પે-મેટ્રિક્સ લેવલ-12,રૂ.78,800 – 2,09,200) માંથી પ્રમોશન આપીને સિલેક્શન સ્કેલ‘ (પે-મેટ્રિક્સ લેવલ-13) માં મૂકવામાં આવ્યા છે. હવે આ અધિકારીઓનો નવો પગાર સ્કેલ રૂ.1,23,100 થી રૂ.2,15,900 રહેશે.

મહત્વની વાત એ છે કેસરકારે આ અધિકારીઓને પ્રમોશન આપવાની સાથે હાલમાં તેઓ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છેતે જ પોસ્ટ પર તેમને રિ-એપોઈન્ટ (પુનઃ નિયુક્ત) કર્યા છે. એટલે કેહાલના તબક્કે તેમની બદલી કરવામાં આવી નથીતેઓ વર્તમાન હોદ્દા પર રહીને જ પ્રમોશનનો લાભ મેળવશે.