ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા, ૪૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

New Update
ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા, ૪૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨,૯૩૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૦ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, કમરેજ ગામ ખાતે ૧, પરવડી ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, મહુવા ખાતે ૩, કાટીકડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સખવદર ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, ટીમાણા ગામ ખાતે ૧, રોયલ ગામ ખાતે ૧, દેવલી ગામ ખાતે ૨, મથાવડા ગામ ખાતે ૧, ત્રાપજ ગામ ખાતે ૨ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૨૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૮ એમ કુલ ૪૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૯૩૯ કેસ પૈકી હાલ ૫૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૩૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Latest Stories