દેશમાં 1 એપ્રિલથી 31 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં માનવ અધિકાર ભંગના 1068 કેસ નોંધાયા છે. માનવ અધિકાર ભંગના મામલે દેશમાં 13મા સ્થાને છે. આ માહિતી 8 ડિસેમ્બરે રાજ્યસભામાં ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા વિગતોથી સામે આવી છે.નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશનના આંકડાઓ મુજબ દેશમાં 7 મહિનામાં કુલ 64170 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ 24242 કેસ એટલે કે 38% માત્ર ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. ત્યારબાદ દિલ્હી અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં માનવ અધિકાર ભંગના વધુ કેસ નોંધાઈ જશે છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ સંસદના ગૃહમાં જણાવ્યું કે એનએચઆરસીના આંકડાઓ મુજબ માનવ અધિકાર ઉલ્લંઘનમાં વૃદ્ધિ નથી જોવા મળી.માનવ અધિકાર ભંગના કેસોમાં ચાલુ વર્ષે 31 ઓક્ટો. સુધીમાં 215 કેસ માટે 6.59 કરોડ આર્થિક સહાયની ભલામણ કરાઇ છે. આ પહેલાના 2018-19માં 713 કેસો માટે 27.68 કરોડ, 2019-20માં 488 કેસો માટે 15.07 કરોડ તથા 2020-21માં 459 કેસો માટે 14.34 કરોડની સહાય આપવાની ભલામણ કરવામાં આવી હતી. 2018થી લઈને 31 ડિસેમ્બર 2021 સુધીમાં કુલ 1875 કેસો માટે 63.67 કરોડ રૂપિયા સહાયની ભલામણ નેશનલ હ્યૂમન રાઇટ્સ કમિશને કરી છે.બીજા રાજ્યોની સામે નોર્થ ઇસ્ટના રાજ્યમાં ઓછા કેસો સામે આવ્યા છે