ભરૂચના જંબુસરમાં કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ મામલે વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના જંબુસરમાં આંતરધર્મીય પ્રેમલગ્ન અને કથિત બનાવટી મેરેજ સર્ટિફિકેટના મામલે પોલીસ તપાસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કરજણના ફૈઝલ મજીદ દિવાનની ધરપકડ બાદ હવે પોલીસે ભરત વણકર નામના ઇસમને ઝડપી લીધો છે.ફરિયાદ મુજબ, વડોદરામાં નોકરી કરતી 24 વર્ષીય ડોક્ટર યુવતીને ફૈઝલ દિવાન ભગાડી ગયો હતો અને ત્યારબાદ લગ્ન થયાનું દર્શાવતું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા આ સર્ટિફિકેટની ખરાઈ કરાવતા સરકારી રેકોર્ડમાં બંનેના નામે લગ્ન નોંધાયા ન હોવાનું સામે આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.પોલીસની તપાસમાં કથિત ડુપ્લિકેટ મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદ કરવાના આરોપસર ભરત વણકરની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, લગ્નની પ્રક્રિયામાં ભરત વણકરની ભૂમિકા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કથિત બોગસ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદ કરવામાં આવી હોવાની પોલીસ તપાસ ચાલી રહી છે.
