ભરૂચના નેત્રંગ ખાતે તારીખ 27 ઓગસ્ટના રોજ યોજાનાર ખેલો ઇન્ડિયા સંવાદ અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી
આગામી 27 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારા ‘ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત, પીએમ કે સાથ’ કાર્યક્રમને લઈને ભરૂચમાં આજે, 25 ઓગસ્ટના રોજ, માય ભારત કેન્દ્ર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
માય ભારત કેન્દ્ર, ભરૂચના જિલ્લા યુવા અધિકારી અલકા મેકવાનની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આગામી ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ કાર્યક્રમ અંગે મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે 27 ઓગસ્ટ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ સ્થળોએ યોજાનારા ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ યુવાનો અને ખેલાડીઓ સાથે સંવાદ કરશે. હાલની ઉપલબ્ધ માહિતી અનુસાર આ કાર્યક્રમમાં દેશભરમાં યુવાનો અને રમતપ્રેમીઓને જોડવામાં આવનાર છે.ભરૂચમાં નેત્રંગ વિદ્યાપીઠ અને નેત્રંગ કોલેજ ખાતે આ કાર્યક્રમ યોજાશે.કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવા, ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેમજ દેશના રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમ અંતર્ગત યુવાનોને રમતગમતના વિકાસ, પ્રતિભા શોધ, રમતગમતના માળખા તથા યુવા સશક્તિકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરવાની તક મળશે.
