ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઇ રહેલ સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું

વિઓમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 25 થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા  ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાનપરંપરાને જન-જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેકટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો,અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. યાત્રાના સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી

ટો બીજી તરફ અંકલેશ્વર ખાતે પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અંકલેશ્વરમાં અંદાડા ખાતે આવેલ જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતેથી છાપરા પાટીયા સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી જેમાં નોડલ અધિકારી હિરલ મિસ્ત્રી,શાળાના આચાર્ય જયેશ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા.યાત્રામાં સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાનપરંપરાને જન-જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.