રાજ્યસભામાં કૃષિ બિલનાં વિરોધમાં હંગામો કરનારા 8 સાંસદોને કરાયા સસ્પેન્ડ

New Update
રાજ્યસભામાં કૃષિ બિલનાં વિરોધમાં હંગામો કરનારા 8 સાંસદોને કરાયા સસ્પેન્ડ

રાજ્યસભામાં કૃષિ બિલનાં વિરોધમાં હંગામો કરનારા સાંસદોને કરાયા છે સસ્પેન્ડ TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન, આપ સાંસદ સંજય સિંહ રાજૂ સાતવ, CPI(M)ના કેકે રાગેશ, કોંગ્રેસના રિપુન બોરા, CPI(M)ના ઇલામરમ કરીમ અને ડોલા સેન પણ સસ્પેન્ડને આખા અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિ વૈંક્યા નાયડૂએ સાંસદોના વર્તન માટે નારાજગી વ્યક્ત કરી હતી. નાયડૂએ ઉપસભાપતિ હરિવંશની વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. નાયડૂએ કહ્યું કે પ્રસ્તાવ યોગ્ય પ્રારુપમાં નહોતો. સાંસદોએ કૃષિ બિલના વિરોધમાં હોબાળો કર્યો. કૃષિ બિલ ગેરબંધારણીય રીતે પાસ કર્યું હોવાનો ડેરેક ઓ'બ્રાયને આક્ષેપ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં રવિવારે કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન ઘણો હંગામો જોવા મળ્યો હતો. આ બિલને પસાર કરવાના સમયને આગળ વધારી દેવામાં આવ્યો છે. વિરોધ કરતા વિપક્ષી દળ નારેબાજી કરતા સભાપતિના આસનની સામે ભેગા થઈ ગયા હતા. તેમણે સરકાર પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Latest Stories