જામનગરમાં માનસિકક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્ર ઓમ ટ્રેનીંગ સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે શ્રી નાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં ખોડિયાર કોલોની સ્થિત ઓમ ટ્રેનીંગ સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે શ્રીનાથજી ની ઝાંખી નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં દિવ્યાંગ બાળકોના વિકાસ માટે અવિરત સેવાકીય પ્રવૃતિ કરી રહેલ ઓમ ટ્રેનીંગ સેન્ટર દ્વારા જામનગર નજીક દિવ્યાંગ બાળકો માટે ભવ્ય અને આધુનિક ભવનનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે ત્યારે આ ભવનના નિર્માણ ઓમ ટ્રેનીંગ સેન્ટર ના મહિલા સંચાલિકા ડીમ્પલબેન મહેતા દ્વારા શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર નિધિબેન ધોળકિયા અને નિલેશભાઈ રાઠોડ દ્વારા ઠાકોરજીના અનેક ભજનો ગાઈ લોકોને ઠાકોરજીની ભક્તિના રંગમાં રંગી દીધા હતા
