રહેણાક વિસ્તારમાં જોવા મળ્યો ઝેરી કોબ્રા સાપ
પરિવારમાં છવાયો ગભરાહટનો માહોલ
રેસક્યુ કરી સાપને નૈસર્ગીક વાતાવરણમાં છોડી મુક્યો
સાપને જોવા મોટી સંખ્યામાં રહીશો ઉમટ્યા
ભરુચના આમોદની પુરસા રોડ નવીનગરીમાં રહેણાંક વિસ્તારમાં ગત રોજ રાત્રીના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ જોવા મળતા પરિવારમાં ભારે ગભરાહટ ફેલાઈ હતી. નેચર પ્રોટેક્શનના કાર્યકરે સાપને પકડી નૈસર્ગીક વાતાવરણમાં છોડી મુક્યો હતો.
આમોદની પુરસા રોડ નવીનગરીમાં રહેણાંક વિસ્તારમાં ગત રોજ રાત્રીના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા સાપ જોવા મળતા પરિવારમાં ગભરાહટ ફેલાઈ હતી. જેથી મકાન માલિક યાસીન દિવાને આમોદના બાપા સીતારામ મંદિર પાસે રહેતા નેચર પ્રોટેક્શન સંસ્થાના અનિલ ચાવડાને ફોન કરી સાપ હોવાની જાણકારી આપતા સાપ પકડનાર નિષ્ણાત અનિલ ચાવડાએ તુરંત જ પુરસા રોડ નવીનગરી ખાતે પહોંચી ગયા હતાં અને અત્યંત ઝેરી પ્રજાતિના કોબ્રા સાપને કુશળતાપૂર્વક પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઝેરી પ્રજાતિનો સાપ પકડાતા નગરીમાં રહેતા આસપાસના રહીશો સાપને જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. સાપ પકડાતા ઘરના સભ્યો સહિત આસપાસના રહીશોએ પણ હાશકારો લીધો હતો ત્યાર બાદ સાપને નૈસર્ગીક વાતાવરણમાં છોડી મુક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વધારે પડતી ગરમીને કારણે સાપ નીકળવાના બનાવો બની રહ્યા છે
