અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એસ.એમ.મોટરની પાસે સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટના સાતમાં માળે રહેતો બુટલેગર તલહા ઉર્ફે બાબુ કોર્ટર મુઝમ્મિલ શેખ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૬૮ નંગ બોટલ મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.