સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામ ખાતે હાઇસ્કૂલના નવા ભવનનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ લીંબડીના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ચીમનલાલ ચકુભાઈ હાઈસ્કૂલ-પાણશીણાના નવા ભવનનું ખાતમુહુર્ત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Delete Edit

અંદાજે રૂ. 1 કરોડના ખર્ચે પાણશીણા ખાતે નવી અને તમામ સુવિધાઓ સાથેની હાઈસ્કૂલના કામનું ખાતમુહુર્ત કરાતા વિદ્યાર્થીઓ અને લોકોમાં આનંદની લાગણી ફેલાય જવા પામી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કૃષ્ણસિંહ રાણા સહિત કેળવણી મંડળના પ્રવીણ શાહ, પ્રકાશ સોની, શાળાના આચાર્ય હઠીસિંહ ગોહિલ સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.