અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
અંદાડા ખાતે આયોજન કરાયું
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન
ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો
પરિષદના આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના અંદાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના શ્રદ્ધેય અશોકજી સિંઘલજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ પ્રખંડ અંકલેશ્વર દ્વારા શ્રદ્ધેય અશોકજી સિંઘલજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે અંદાડા સ્થિત કુમાર છાત્રાલય ખાતે ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના વિમર્શ પ્રમુખ વિરલ દેસાઈ, ભરૂચ વિભાગ મંત્રી વિરેન રામજીવાલા, ભરૂચ જિલ્લા સહમંત્રી સંદીપ મણિયાર, મનોજ બારોટ, ભરૂચ જિલ્લા બજરંગ દળના સહસંયોજક કૃણાલ રાણા તથા મયુર પટેલ, અંકલેશ્વર પ્રખંડ મંત્રી સુનીલ પટેલ અને પ્રખંડ સહમંત્રી વિજય પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે હિન્દૂ સંસ્કૃતિ રક્ષા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
