ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતુ.જેમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન અરૂણસિંહ રણા તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.તાલુકાના ગામોમાં અનેક પ્રકારની કચરીઓ ખૂલી ચૂકી છે.ચાસવડ ગામ અને આજુબાજુના ગામો પ્રગતિ કરી રહ્યા છે ત્યારે ચાસવડની દૂધધારા ડેરીના ચેરમેન અને કમિટીના સભ્યોએ ખેડૂતો અને ચાસવડ ગામના આજુબાજુના વિસ્તારના લોકોને નાણાંકીય વ્યવહાર સરળતાથી કરી શકે અને પ્રગતિ થાય એ હેતુસર ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અરૂણ સિહ રણાને ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંક ખોલવા અપીલ કરી હતી