ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. લુના 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઊતરવાનું હતું. રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસે અહેવાલ આપ્યો કે લુના-25ના ફ્લાઇટ પ્રોગ્રામ મુજબ, અવકાશયાનને પ્રી-લેન્ડિંગ ભ્રમણકક્ષા (18 કિમી x 100 કિમી)માં પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન, લૂના પર ઇમર્જન્સી કન્ડિશન બની ગઈ કેમ કે સ્પેસક્રાફ્ટ નક્કી કરેલા પેરામીટર પ્રમાણે થ્રસ્ટર ફાયર કરી શક્યું નહીં. રશિયન અવકાશયાન લુના-25ની ભ્રમણકક્ષામાં ફેરફાર દરમિયાન શનિવારે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું કે લુના-25 વાહનની ભ્રમણકક્ષા બદલવા માટે થ્રસ્ટ જારી કરાયું, પરંતુ કટોકટીના કારણે ભ્રમણકક્ષા યોગ્ય રીતે બદલી શકાઈ નહીં. આ વાહન બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. લુના 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઊતરશે.