સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પલ્લીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા બ્રાહ્મણી મંડળ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવીહતી.

મંદિર તરફથી કોઇ પણ જાતની માઇ ભકતોને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી ભકતો દ્રારા પલ્લી માં માંગેલ બાધાપૂર્ણ કરવા માટે ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો પટેલ વાસ ના યુવાનો દ્રારા દરવર્ષની જેમ પલ્લી બનાવવામાં આવી હતી..