ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં વાહનો બેરોકટોક પસાર થતા હતા. જેના પગલે એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.જેને લઈ તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ જેને વધુ લંબાવવામાં આવ્યુ છે.આગામી ત્રણ મહિના સુધી બ્રિજ પરથી ભારે વાહનો અવરજવર કરી શકશે નહીં. અકસ્માતના વધતા બનાવો અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે