અંકલેશ્વરમાં NSC અને NYG ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

ગણેશ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરમાં જીઆઇડીસી કા રાજાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.NSC અને NYG ગ્રુપ દ્વારા આયોજિત આ  શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.શોભાયાત્રાનો પ્રારંભ ગોલ્ડન પોઇન્ટ ખાતેથી થયો હતો ત્યારબાદ શોભાયાત્રા સરદાર પાર્ક ખાતે પહોંચી હતી, જ્યાં ભક્તોએ ગણેશજીના મુખદર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ શોભાયાત્રા જોગર્સ પાર્ક ખાતે પહોંચી સમાપ્ત થઈ હતી.ઢોલ-નગારાના તાલ, ભક્તિ ગીતો અને ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રામાં યુવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.