અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રૂ.3 લાખની કિંમતના ભંગારના શંકાસ્પદ જથ્થા સાથે ટેમ્પો ચાલકની કરી ધરપકડ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. ગુજરાત, સમાચાર ભરૂચ
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ongc વર્કશોપ પાસે વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન એક ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી સળિયા અને લોખંડની એંગોલો મળી આવી હતી. પોલીસે ભંગાર અંગે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 9090 કિલો ભંગાર કબજે કર્યો હતો અને 3.18 લાખનો ભંગાર અને 5 લાખનો આયસર ટેમ્પો મળી કુલ 8.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અમદાવાદના કૂજાડ ભાવડા પાટિયા પાસે રાઇસ મિલ નજીક રહેતો નરેશ રમેશ સલાટની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
