ઇંગ્લિશ બેટર હેરી બ્રુક ICC રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. તેણે પોતાના જ દેશના જો રૂટને પાછળ છોડી દીધો છે.
બુધવારે જાહેર કરાયેલ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ, કામિન્દુ મેન્ડિસ અને ટેમ્બા બાવુમાને પણ ફાયદો થયો છે. ભારતીય વિકેટકીપર રિષભ પંત ટોપ-10 બેટર્સની યાદીમાં 3 સ્થાનનું નુકસાન થયું છે.બોલરોની રેન્કિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 890 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને એક સ્થાનનો ફાયદો થયો છે, તે હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાંચમા અને રવીન્દ્ર જાડેજા છઠ્ઠા ક્રમે છે.
