ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.આ પ્રસંગે તેઓનું બુકે અને પુષ્પહારથી સ્વાગત કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. 

ગુજરાત સરકાર ના ઉર્જા વિભાગની GUVNL, GSECL, GETCO, UGVCL, PGVCL, MGVCL, DGVCL ની સાતે કંપનીના વર્ગ 4 થી વર્ગ 1ના આશરે 50 હજાર જેટલા કર્મચારીઓ માંથી ફક્ત એક જ યુનિયનમાં 35000 જેટલા વિશાળ કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નામના ટ્રેડ યુનિયનના ગુજરાત રાજ્યના પ્રમુખ ભરત પંડ્યાપૂર્વ પ્રદેશ પ્રવક્તા BJP ગુજરાતપૂર્વ મહામંત્રી BJP ગુજરાત,ધંધુકાના ધારાસભ્ય,અને સિનિયર સેક્રેટરી જનરલ અને ઉંઝા APMCના ડિરેક્ટર બળદેવ પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ “દક્ષિણ ઝોન માંથી 7 ટર્મથી જંગી બહુમતીથી વિજય થતા ભરૂચ લોકસભાના સિનિયર સાંસદ મનસુખ વસાવાને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 

જે નિમિત્તે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ (ટેક)  ચિરાગ શાહડે. પ્રેસિડન્ટ  એ.આર.પ્રજાપતિએમ.એમ.સૈયદડે.સેક્રેટરી જનરલ  આર.જી.પટેલઅને દક્ષિણ ગુજરાતના DGVCL અને GETCO ના સર્કલ સેક્રેટરી અને ઉચ્ચ હોદ્દેદારોવાપીવલસાડનવસારીડેડીયાપાડાસાગબારારાજપીપળાદહેજજંબુસર અંકલેશ્વરહાંસોટભરૂચ થી રૂબરૂ હાજર રહી શાલ ઓઢાડી બુકે અર્પણ કરી ફૂલહારથી સ્વાગત કર્યું હતુ.