-
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન
-
જિલ્લા લોક અદાલતનું આયોજન કરાયું
-
200 કેસનો કરવામાં આવ્યો નિકાલ
-
લગ્ન વિષયક અને ચેક બાઉન્સ સહિતના કેસ રજૂ કરાયા
-
કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: જીલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાય,200 કેસનો કરવામાં આવ્યો નિકાલ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ જીલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ હતી જેમાં ૨૦૦ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર.કે.દેસાઈ અને સેક્રેટરી ડી.બી.તિવારી માર્ગદર્શન હેઠળ આજરોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સીવીલ દાવા,એમ.એ.સી.પી. અને જમીન સંપાદન વળતરના કેસો મુકવામાં આવ્યા હતા.જે પૈકી અંદાજીત ૨૦૦ જેટલા કેસોનો સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
