• ભરૂચના આમોદનો બનાવ

  • આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • દસ્તાવેજો અને કાગળ બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.
ભરૂચ જિલ્લામાં ફરી એક વાર આગની ઘટના બની હતી.ભરૂચની આમોદ તાલુકા પંચાયત કચેરીની સામે આવેલ તાલુકા પંચાયતના જ રેકોર્ડ રૂમમાં મોડી રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં કચેરીના કાગળો અને દસ્તાવેજો બળીને ખામ થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાની  સાથે જ જંબુસર નગર સેવા સદનના ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સેવા સદનની હદમાં આગ લાગી હતી આમ છતાં આમોદ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે યોગ્ય સંસાધનો ન હોવાના કારણે જંબુસરથી ફાયર ફાયટર બોલાવવાની ફરજ પડી હતી.