ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 7 વખત વર્લ્ડ કપ જીત્યો છે. લંડનના લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાએ આસાનીથી મેચ જીતી લીધી હતી.

રવિવાર 5 જુલાઈના રોજ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ લંડનના લોર્ડ્સ ખાતે 7 વિકેટે મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાને 151 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં ચેજ કરી દીધો હતો.

ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ સાતમી વખત મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેઓ 2010, 2012, 2014, 2018, 2020, 2023 અને 2026 માં ચેમ્પિયન બન્યું છે. ઇંગ્લેન્ડ (2009), વેસ્ટ ઇન્ડીઝ (2016) અને ન્યુઝીલેન્ડ (2024) એ દરેકે T20 વર્લ્ડ કપ જીત્યો છે. સોફી મોલિનેક્સની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હાર્યું નથી.

વર્લ્ડ કપની ફાયનલમાં રન ચેઝમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં બીજી ઓવરમાં જ્યોર્જિયા વોલ આઉટ થઇ ગઈ હતી. ત્યાર બાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર-બેટ્સમેન બેથ મૂનીએ 100 રનની પાર્ટનરશીપ કરીને ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી. જેમાં લિચફિલ્ડે 35 બોલમાં 48 રન બનાવ્યા હતા જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો માર્યા હતા. તો બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા સાથે 64 રન માર્યા હતા મૂનીના આઉટ થયા બાદ એલિસ પેરીએ અણનમ 13 અને એશ્લે ગાર્ડનર અણનમ 3 બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે એક-એક વિકેટ લીધી.