• વેલંજામાં નિર્દોષ યુવકની હત્યાનો મામલો

  • બુટલેગર સહિત 10 આરોપી ઝડપાયા

  • પોલીસે ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન

  • પ્રેમિકા સાથે બેઠેલા બુટલેગરને સ્થાનિકોએ આપ્યો હતો ઠપકો

  • ઠપકાની રીસ રાખીને બુટલેગરે કરી યુવાનની હત્યા 

સુરતના વેલંજામાં યુવકની હત્યામાં બુટલેગર સહિત 10 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન પણ કર્યું હતું.

સુરતના વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કેપ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને સ્થાનિકોએ ઠપકો આપ્યો હતો.જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કોઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી.

પોલીસે હાલ 10 આરોપીઓની ધરપકડ કરી છે,તેમજ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.