-
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
-
આરોપીને અન્ય જિલ્લામાં કર્યો તડીપાર
-
પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયો હતો આરોપી
-
માંગરોળના દીણોદ ગામે તડીપાર કર્યો
-
અસામાજિક તત્વોમાં ફફડાટ
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે
રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાંથી કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતો પ્રકાશભાઈ ઉર્ફે પકો મગન વસાવાને તડીપાર કરવા માટે નાયબ કલેકટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર થઈ જતા આરોપીને માંગરોળના દિગસ ખાતે રહેતી તેની બહેન સુમિત્રા વસાવાના ઘરે તડીપાર કરવામાં આવ્યો છે.તડીપાર કરાયેલ આરોપી પ્રોહીબિશનના વિવિધ કેસમાં સંડોવાયો હતો જેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કડક કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે
