-
ભરૂચમાં પોષણ પખવાડિયાની ઉજવણી
-
8થી 22 એપ્રિલ સુધી કાર્યક્રમો યોજાયા
-
આજરોજ પખવાડિયાનું કરાયુ સમાપન
-
આંગણવાડી બહેનો દ્વારા કરાય ઉજવણી
-
જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા
ભરૂચ: પોષણ પખવાડીયાનું કરાયુ સમાપન, આંગણવાડી બહેનો દ્વારા કરાય ઉજવણી
પોષણ પખવાડીયા દરમ્યાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન શૈલી થીમ વિશે સમજ આપવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચમાં પોષણ પખવાડીયાની ઉજવણીના સમાપન પ્રસંગે શહેરની ગાયત્રીનગર આંગણવાડી ખાતે પૂર્વ સિટી ભરુચ-૧, ઘટક ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં તા .8 એપ્રિલ થી 22મી એપ્રિલ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંતિમ દિવસે પૂર્વ સિટી ભરુચ -૧, ઘટક ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી.પોષણ પખવાડીયા દરમ્યાન જીવનના પ્રથમ 1000 દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવન શૈલી થીમ વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
