-
અંકલેશ્વરના અંદાડાનો બનાવ
-
વીજ મીટરમાં સર્જાય ક્ષતિ
-
સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું
-
પરિવારે વીજ કંપનીને કરી રજુઆત
અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી
અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 હજાર આવ્યું ભરૂચ | સમાચાર |
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.
