-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
અષાઢી બીજના પાવન પર્વે આયોજન કરાયું
-
ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
-
પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ફાયર સ્ટેશન નજીકથી પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ હતી જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા.આ રથયાત્રા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભગવાન દર્શન આપવા ઘરે આવતા ભક્તોએ અશ્રુભીની આંખે તેઓના દર્શન કર્યા હતા. રથયાત્રા દરમિયાન ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
