ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને દઢાલ ગામની સમય સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીના પીએસઆઇ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં વોન્ટેડ ઔરંગઝેબ મુમતાઝ અલી દઢાલ ગામે સમય સોસાયટીના ગેટ પાસે ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને દઢાલ ગામની સમય સોસાયટીમાં રહેતો ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની દઢાલ ગામેથી કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચોરીના ગુનામાં સંડોવાયેલ દઢાલ ગામની સમય સોસાયટીમાં રહેતો ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે... ભરૂચ | ગુજરાત | સમાચાર
