અંકલેશ્વરના અંદાડા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.
આ ઘટનામાં બે ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.સાથે જ કાર ચાલકે પાણીપુરીની લારીને ટક્કર મારી કાર વીજ પોલ સાથે ભટકાવી હતી.રાતે બનેલ ઘટનાને પગલે રાહદારીઓમાં ફફડાટ ફેલાયો ગયો છે.અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા રસ્તે રખડતા પશુઓ સાથે રેડિયમ વાળા બેલ્ટ લગાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કાર ચાલક નશાની હાલતમાં હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.ગૌ રક્ષકો દ્વારા બન્ને ગાયને સારવાર અર્થે પાંજરાપોળ ખસેડવામાં આવી હતી.
