અંકલેશ્વર પંથકમાં આવેલ વિવિધ તળાવોમાં મગરની હાજરી નોંધાઈ છે.અવારનવાર મગર કાંસોમાં કે તળાવોમાં નજરે પડતા હોય છે.તેવામાં આજરોજ અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે આ સ્થળે દર ચોમાસા દરમિયાન મગરની હાજરી નોંધાઈ હોવાથી વન વિભાગ દ્વારા આ સ્થળે બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર કાંસમાં મગર નજરે પડયો !
અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો. જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા લાઈનો લગાવી ગુજરાત | સમાચાર
