નેત્રંગ-વાલિયામાં 2 દિવસથી સતત વરસતો વરસાદ
અવિરત વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા
નેત્રંગનો ધાણીકુટ ધોધ રૌદ્ર સ્વરૂપે ધસમસતો જોવા મળ્યો
વાલિયાના સોડગામમાંથી 150થી વધુ લોકોને રેસક્યું કરાયા
બિનજરૂરી અવર-જવર ટાળવા લોકોને ખાસ અપીલ કરાય
ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નેત્રંગ અને વાલિયા તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના ભારે વરસાદને કારણે નેત્રંગ અને વાલિયા તાલુકામાં નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા છે અવિરત વરસાદના પગલે નેત્રંગનો પ્રસિદ્ધ ધાણીકુટ ધોધ રૌદ્ર સ્વરૂપે ધસમસતો જોવા મળ્યો હતો, જ્યારે વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુરના પગલે 3 ફળિયામાં ફસાયેલા 150થી વધુ લોકોનું રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વાલિયા પોલીસ મથકના PI આર.ડી.ચૌધરી સહિત સ્ટાફ અને સ્થાનિક લોકોએ પૂરગ્રસ્તોને ખભા ઉપર બેસાડી સહી સલામત બહાર કાઢ્યા હતા, જ્યારે લુણા ગામ પાસે કિમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા નદી-નાળાઓ અને ધોધ નજીક બિનજરૂરી અવર-જવર ટાળવા તેમજ સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
