અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીના ગેટ બહારના પાર્કિંગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા અને સેકન્ડ પી.આઈ.એમ.જી.રાઠોડના માર્ગ દર્શન સ્ટાફ વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા ખાતે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન વાલિયા તરફથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈ એક ઇસમ આવતા પોલીસે તેને અટકાવી આર.સી.બુક અને જરૂરી કાગળો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી 30 હજારની બાઈક કબ્જે કરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની મેઘમણી ઓર્ગેનિલ લિમિટેડ કંપનીના ગેટ બહારના પાર્કિંગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.