ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો યથાવત, તાપમાનનો પારો 18 ડીગ્રી
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. સમાચાર
ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળો જામ્યો છે.ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે ભરૂચના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે આજરોજ ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સમગ્ર રાજ્યમાં નલિયાનું સૌથી ઓછું 11 ડીગ્રી તાપમાન નોંધાયું હતું
