ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે પણ ઠંડી યથાવત રહી હતી બુધવારના રોજ ભરૂચ અને અંકલેશ્વરનું તાપમાન 18 ડીગ્રી જેટલું નોંધાયુ હતું. તો ઉત્તર દિશામાંથી 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા જેના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.આગામી અઠવાડિયામાં ભરૂચ જિલ્લાનું તાપમાન હજુ પણ ત્રણ ડિગ્રી ગરડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.