વડોદરાના રાજેશ રાવલ ભરૂચની પાલેજ જીઆઇડીસીની સ્ટીલકો કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 17મીએ પ્લાન્ટમાંથી પાછળના ભાગ તરફ બે-ત્રણ શખ્સો કંપનીની બાય પ્રોડક્ટ ઝીંક બોટમ ડ્રોસ લઇને ભાગતાં દેખાયાં હતાં. સિક્યુરિટીએ તેમનો પિછો કરતાં તેઓ ઝાડી-ઝાંખરામાં થઇ ભાગી ગયાં હતાં.

તપાસ કરતાં ત્યાં ઝીંક બોટમ ડ્રોસના 8 પીસ જમીન પર પડેલાં મળી આવ્યાં હતાં. સ્ટોરમાં તપાસ કરાવતાં ગત 2 થી 17 ફેબ્રુઆરી સુધીમાં 120 ઝીંક બોટમ ડ્રોસ વજન 3000 કિલોની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જે અંગે પાલેજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે કુલ 4.50 લાખના સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ હતી.પોલીસે આ મામલામાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી રૂ.3.50 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે

ઝડપાયેલ આરોપીઓના નામ:-
(૧) અજયભાઇ મુકેશભાઈ વાદી રહે, પાલેજ, વલણ ફાટક, તા.જી.ભરૂચ
(૨) જુગેશભાઈ હરમાનભાઈ વાદી રહે, પાલેજ, વલણ ફાટક, તા.જી.ભરૂચ
(૩) અજયભાઇ હરમાનભાઇ વાદી રહે, પાલેજ, વલણ ફાટક, તા.જી.ભરૂચ
(૪) દિલીપભાઈ રાજુભાઈ વસાવા રહે, પાલેજ, વલણ ફાટક, તા.જી.ભરૂચ
(૫) રાહુલ અજીતભાઈ વસાવા રહે, પાલેજ, જુનો ભીલવાડો, તા.જી.ભરૂચ
(૬) કિરણ કાલિદાસ વસાવા રહે, પાલેજ, નવીનગરી, તા.જી.ભરૂચ
(૭) રમણ શના વસાવા રહે, અટાલી, જુનો ભીલવાડો, તા.કરજણ, જી.વડોદરા
(૮) સાજીદ રહીમ મલેક રહે, પાલેજ, આઝાદનગરી, તા.જી.ભરૂચ (રીસીવર)
(૯) પુષ્પન્દ્ર રમેશચન્દ્ર અગ્રવાલ રહે, સી/૦૩, વ્રજધામ સોસાયટી, ટી.પી.૧૩, છાણી જકાતનાકા, જી.વડોદરા