• આમોદ નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું આયોજન

  • 11મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

  • નાગરિકોની માંગણીઓનું સ્થળ પર નિરાકરણ લવાયું

  • નાગરિકોને માર્ગદર્શન અને સહાયનું વિતરણ કરાયું

  • અધિકારીઓકર્મચારીઓનાગરિકો ઉપસ્થિત રહ્યા 

રાજ્ય સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા ખાતે 11મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોની માંગણીઓ અને રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો રહ્યો હતો. જેમાં નગરપાલિકા ટેક્સ વિભાગની કામગીરીઆવક અને જાતિના દાખલાઆધારકાર્ડ સેવાઓ, PMJY યોજના હેઠળ હેલ્થ ચેકઅપનવા વીજ કનેક્શન માટે માર્ગદર્શનબેંકિંગ સેવાઓજન્મ-મરણ પ્રમાણપત્રગંગા સ્વરૂપ સહાયનિરાધાર સહાય અને વૃદ્ધ વંદના યોજના સહિતની વિવિધ સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.