• એથર કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

  • ગોડાઉનમાં વિસ્ફોટ સાથે લાગી ભીષણ આગ

  • ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાયા

  • ફાયર બ્રિગેડે ઘટનામાં મેજર કોલ જાહેર કર્યો

  • 20થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી 

સુરતના સચિન વિસ્તારમાં આવેલી એથર કંપનીના ગોડાઉનમાં અચાનક વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતોજેથી આસપાસના વિસ્તારોમાંથી પણ વધારાની મદદ બોલાવવી પડી હતી.

આગ પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની 20થી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે.હાલમાં ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. સદનસીબેહજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.