ભરૂચના જંબુસર નગરમાં ખારકુવા મસ્જિદ પાસે આવેલ એક મકાનમાં ગૌમાંસ હોવાની શંકા અંગે મળેલી માહિતીના આધારે જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદાજે ૧૩૫ કિલો જેટલું શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળ પરથી ડીપ ફ્રીઝ, કંટીગ કરવાના સાધનો સહિત બે વ્યક્તિઓને હસ્તગતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ માંસના નમૂનાઓ વધુ તપાસ માટે એફ.એસ.એલ. (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલવામાં આવ્યા છે. એફ.એસ.એલ.ના રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ શંકાસ્પદ માંસ કયા પ્રાણીનું છે તે અંગે સ્પષ્ટતા થશે. રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આગળની તપાસ જંબુસર પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.